VIDEO: અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્ટીલ સીટની આડમાં લઈ જવાતો ૭૦૦ કિલો પ્રતિબંધિત પોષડોડાનો જથ્થો ઝડપ્યો, બે ડ્રાઈવરની ધરપકડ
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને નાર્કોટિક્

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને નાર્કોટિક્સ વિભાગે પ્રતિબંધિત પોષડોડાની હેરાફેરીનો મોટો પર્દાફાસ કરીને 1 કરોડ 47 લાખ રૂપિયાની કિંમતનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરથી ટ્રકમાં સ્ટીલ સીટની નીચે છુપાડીને આ જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. પોલીસે ૭૦૦ કિલો પોષડોડાના જથ્થા સાથે ભેરારામ તરડ અને જીતારામ કડવાશા નામના બે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ માલ મધ્યપ્રદેશના સંતોષ નામના શખ્સે મોકલ્યો હતો અને સામખીયાળી ખાતે તેની ડિલિવરી આપવાની હતી. રાજસ્થાનના બાડમેરના રહેવાસી આરોપીઓએ આ કૌતુક રચ્યું હતું. પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવા મુખ્ય આરોપી સંતોષની શોધખોળ હાથ ધરી છે અને ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




