VIDEO: અમદાવાદ: પંકજ જૈન સંઘના શ્રાવક નિપેક્ષ શેઠે કર્યા ૧૮૦ દિવસના કઠોર ઉપવાસ, રવિવારે થશે પારણાં
જૈન ધર્મના તપ, ત્યાગ અને સંયમના સંદેશને ઉજાગર

જૈન ધર્મના તપ, ત્યાગ અને સંયમના સંદેશને ઉજાગર કરતા પાલડીના પંકજ જૈન સંઘના શ્રાવક નિપેક્ષ શેઠે ૧૮૦ દિવસના દીર્ઘ ઉપવાસ પૂરા કરશે. તેમણે ૨૪ માર્ચના રોજ આ કઠોર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો હતો, જેની પૂર્ણાહુતિ આગામી ૨૦ સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે....શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના પાવન હસ્તે આ તપસ્વીના પારણાં કરવામાં આવશે. ભૌતિકવાદી યુગમાં માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર આત્મબળનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર નિપેક્ષ શેઠનું સ્વાસ્થ્ય પ્રભુકૃપાથી ઉત્તમ રહ્યું છે. આ સિદ્ધિનો શ્રેય તેમણે ગુરુકૃપા અને પરિવારના સહયોગને આપ્યો છે.




