VIDEO: અમદાવાદ: શીલજ કેનાલ રોડ હિટ એન્ડ રન કેસનો ફરાર બાઈક ચાલક ડુંગરપુરથી ઝડપાયો
અમદાવાદના શીલજ કેનાલ રોડ પર નવપરિણીત મહિલાનું મોત નિપજાવનાર હ

અમદાવાદના શીલજ કેનાલ રોડ પર નવપરિણીત મહિલાનું મોત નિપજાવનાર હિટ એન્ડ રન કેસમાં બોપલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અકસ્માત સર્જીને સોલા સિવિલ હોસ્પિટલમાંથી સારવાર અધૂરી મૂકીને ભાગી છૂટેલા મૂળ ડુંગરપુરના અને થલતેજમાં ઘરઘાટી તરીકે કામ કરતા આરોપી સુનિલ પરમારને ઝડપી પાડ્યો છે. ૧૨ સપ્ટેમ્બરે પૂરઝડપે બાઈક ચલાવી આરોપીએ એક્ટિવાને ટક્કર મારતા ૨૯ વર્ષીય નિશીબેન દરજીનું મોત નીપજ્યું હતું. મૃતકના પતિએ સોશિયલ મીડિયા પર ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




