VIDEO: અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાંચે ૪.૮૦ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઓઢવ એસપી રિંગ રોડ પરથી ૧૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઓઢવ એસપી રિંગ રોડ પરથી ૧૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી વેચાણ અર્થે લવાયેલા આ ડ્રગ્સ સાથે મૂળ થરાદના નેસડા ગામના રહેવાસી સચિન ઠાકોરને માધવ એસ્ટેટના ગેટ પાસેથી પકડી લેવાયો છે…પોલીસે ડ્રગ્સ અને અન્ય સામગ્રી સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.... આરોપી ડ્રગ્સ વેચે તે પહેલા જ એસઓજી ટીમે તેને દબોચી લીધો હતો. આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




