મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: સગીરા પર દુષ્કર્મ ગુજારી અશ્લીલ વીડિયો બનાવી સગાઈ તોડાવનાર આરોપીની ધરપકડ

અમદાવાદમાં સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે પરિચય કેળવી તેન

તસવીર: gstv

 અમદાવાદમાં સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે પરિચય કેળવી તેને પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આરોપી જયદીપ રબારી સગીરાને નાના ચિલોડા પાસે આવેલી હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી છૂપી રીતે અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ દરમિયાન સગીરાની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતાં, આરોપીએ આ અશ્લીલ વીડિયો મોકલીને તેની સગાઈ તોડાવી નાખી હતી. આઘાતજનક સમગ્ર મામલો પરિવારના ધ્યાન પર આવતા જ પીડિતાના પરિવારે તાત્કાલિક પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી જયદીપ રબારી સામે POCSO સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.  

આ સમાચાર શેર કરો