VIDEO: અમદાવાદ: CBI કોર્ટે લાંચ કેસમાં પૂર્વ IT અધિકારીને 3 વર્ષની કેદ અને દંડની સજા ફટકારી
અમદાવાદની CBI કોર્ટે લાંચના એક જૂના કેસમાં મહત્વનો ચુકાદો

અમદાવાદની CBI કોર્ટે લાંચના એક જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપતાં ઈન્કમ ટેક્સ વિભાગના તત્કાલીન અધિકારી જરનૈલ બી. સિંહને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ ઓડિટ કચેરીમાં આઈટી ઓફિસર તરીકે ફરજ બજાવતા આરોપીએ શ્રીલેખા ચેરિટેબલ ટ્રસ્ટને ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 11 અને 80G હેઠળ કર મુક્તિનું પ્રમાણપત્ર આપવાના બદલામાં ફરિયાદી પાસે 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે CBIએ 22 ફેબ્રુઆરી 2013ના રોજ ગુનો નોંધીને છટકું ગોઠવ્યું હતું અને આરોપીને 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.




