VIDEO: અમદાવાદ: ઘુમામાં 75 વર્ષીય મહિલા પ્રોફેસર ડિજિટલ એરેસ્ટ, 54.60 લાખની સાયબર ઠગાઈ
અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફે

અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસર સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ઠગ ભગતોએ TRAI, સીબીઆઈ અને મની લોન્ડરિંગ કેસના નામે ધમકાવી મહિલાને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સાયબર ભોપાલબાજોએ નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનું તથા તેમના ઓળખપત્ર પર ગેરકાયદે સીમ ખરીદીને અશ્લીલ વીડિયો મોકલવામાં આવ્યા હોવાનો ખોટો આક્ષેપ કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ સાયબર માફિયાઓ રોજ વ્હોટ્સએપ વિડીયો કોલ દ્વારા મહિલા પાસે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ કરાવી સતત નજર રાખતા હતા. આ ડર બતાવી ઠગોએ મહિલાના SBI, યુનિયન બેંક અને સેન્ટ્રલ બેંકના ખાતામાંથી કુલ ₹54,60,000 જુદા જુદા બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ બોપલ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.




