મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: નિકોલ નકલી દારૂ કેસમાં ફરાર આરોપી દિનેશની ધરપકડ, કાલુપુરથી એસેન્સ લાવી બનાવતા ડુપ્લિકેટ દારૂ

અમદાવાદના નિકોલમાં નકલી દારૂ

તસવીર: gstv

અમદાવાદના નિકોલમાં નકલી દારૂના કૌભાંડમાં ઝોન 4 એલસીબીએ ફરાર આરોપી દિનેશની અમદાવાદથી ધરપકડ કરી વધુ ખુલાસા કર્યા છે. કુબેરનગરમાં રહેતો દિનેશ અને સુનિલ છેલ્લા આઠ-દસ મહિનાથી સંપર્કમાં હતા, જ્યાં સુનિલે તેને દારૂમાં ભેળસેળ કરતા શીખવ્યું હતું. તેઓ ગોવિંદ વાઘેલા નામના બુટલેગર પાસેથી સસ્તો દારૂ લાવતા અને કાલુપુર બજારમાંથી એસેન્સ ખરીદી તેમાં ફ્લેવર ઉમેરી મોંઘો નકલી દારૂ બનાવતા હતા. બોટલ માટે ચામુંડા બ્રિજ પાસેના દેવીલાલ અને બાપુનગરના ચિરાગ મારવાડી નામના ભંગારવાળાનો ઉપયોગ કરતા હતા. પ્રતિ બોટલ 200 થી 300 રૂપિયાનું કમિશન મેળવતા દિનેશે શરૂઆતમાં પગાર પર કામ કર્યા બાદ નફામાં ભાગીદારી શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો