VIDEO: 4500થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો ખાસ નિર્ણય
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 28 ગ્રાન્ટેડ લો કોલેજોના LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજો દ્વારા BCIને નિયમિત ફી ન ચૂકવવાને કારણે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ મળતી ન હતી, જેના કારણે તેઓ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ભાગ લઈ શકતા ન હતા. આ સમસ્યાએ લગભગ 4500થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મૂક્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે દખલ કરી અને BCIને પ્રોવિઝનલ સનદ આપવા આદેશ
ગુજરાત હાઈકોર્ટે આ મામલે દખલ કરી હતી. સમગ્ર મામલે BCIને પ્રોવિઝનલ સનદ આપવા આદેશ આપ્યો, જેથી વિદ્યાર્થીઓ AIBE-2024માં ભાગ લઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય રાજ્યની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે અને તેને નજીર તરીકે ન ગણવું. આ ચુકાદાથી હજારો વિદ્યાર્થીઓને વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરવાની તક મળશે.
જાહેરાત








