VIDEO: અમદાવાદમાં યુવક-યુવતીના બીભત્સ ડાન્સની ક્લિપ વાયરલ, પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ: શહેરમાં જાહેરમાં બીભત્સ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સરદારનગરના કુબેરનગર વિસ્તારનો આ વીડ
અમદાવાદ: શહેરમાં જાહેરમાં બીભત્સ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સરદારનગરના કુબેરનગર વિસ્તારનો આ વીડિયો હોવાનું મનાય છે. વીડિયોમાં જાહેર રોડ પર યુવક યુવતી સાથે બીભત્સ ડાન્સ કરી રહ્યો છે. તેમની સાથે અન્ય કેટલાક યુવકો પણ વીડિયોમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિઓ ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના વ્યક્તિએ અપલોડ કર્યો છે. મુકેશ મકવાણાએ જન્મ દિવસની ઉજવણી માટે પાર્ટી રાખી હતી. પાર્ટી દરમિયાન ગળામાં ગોલ્ડન દાગીના પહેરીને મુકેશ મકવાણા ડાન્સ કરી રહ્યો હતો. પાર્ટી દરમીયાન મુકેશ સાથે યુવતી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે. સરદારનગર પોલીસે આ વીડિયો મામલે વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત








