મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવેને બાઈકર્સે લીધો બાનમાં, સ્ટંટ કરીને લોકોના જીવ મૂક્યા જોખમમાં

વલસાડના નેશનલ હાઈવે પર મોંઘીદાટ બાઈકો પર યુવાનોના જોખમી સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

વલસાડના નેશનલ હાઈવે પર મોંઘીદાટ બાઈકો પર યુવાનોના જોખમી સ્ટંટના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. નબીરાઓએ  અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના મેઈન ટ્રેક પર પણ જોખમી રીતે સ્ટંટ કર્યા હતા. ટેસ્ટી ટચ રેસ્ટોરેન્ટના પાર્કિંગમાં પણ જોખમી રીતે બાઈક સ્ટંટ કર્યા હતા. વ્યસ્ત હાઈવે પર જોખમી રીતે સ્ટંટ કરીને બાઈકર્સે અન્યોના જીવને જોખમ મૂક્યા હતા.

અમદાવાદ -મુંબઈ નેશનલ હાઇવે પર પણ બિન્દાસ રીતે બાઇક સ્ટંટ કર્યા

  મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ -મુંબઈ નેશનલ હાઇવે પર પણ બિન્દાસ રીતે બાઇક સ્ટંટ કર્યા હતા. આ હાઈવે ટ્રાફિકના કારણે વ્યસ્ત રહેતો હોય છે, જોકે આ સ્ટંટ દરમ્યાન કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ જાત તો જવાબદાર કોણ? તે પણ પ્રશ્ન ઉઠ્યા છે.

 ડુંગરી પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી

ઉલ્લેખનીય છે કે  કોઈપણ પ્રકારની પોલીસ પરવાનગી વગર આ બાઈક સ્ટંટ શો યોજાયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જ ડુંગરી પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી હતી. બાઇક સ્ટંટ ઇવેન્ટના આયોજન અને બાયકર સહિત 9 લોકો પોલીસે ગુનો દાખલ થયો હતો.

આ સમાચાર શેર કરો