VIDEO: અમદાવાદ: જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શરૂ, કેસરી રંગના ઉપરણાથી પ્રભુની આંખે બંધાયા પાટા!
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુ

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની પવિત્ર નેત્રોત્સવ વિધિ શરૂ થઈ છે. વિશેષ પૂજા-અર્ચના બાદ પરંપરા મુજબ ભગવાનની આંખે કેસરી રંગના ઉપરણાથી પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે. માન્યતા મુજબ મોસાળમાં કેરી, જાંબુ, માવા અને વિવિધ મીઠાઈનો પ્રસાદ આરોગ્યા બાદ ભગવાનને આરામ આપવા માટે આ વિધિ કરવામાં આવે છે. રથયાત્રાના દિવસે ભગવાનના પાટા ખોલવામાં આવશે. ત્યારબાદ ધ્વજારોહણ અને સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવશે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે




