મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ; મીઠાખળી અંડરપાસ બંધ

અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના સરખેજ,મકરબા, પ્રહલાદનગર, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, રાણીપ જેવા અ

અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના સરખેજ,મકરબા, પ્રહલાદનગર, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, રાણીપ જેવા અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. નરોડામાં 4 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી.

અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ

સરખેજ, મકરબા, પ્રહ્લલાદ નગર, વેજલપુર, જીવરાજ પાર્ક, ગોતા, શ્યામલ, સાયન્સ સિટી, થલતેજ, બોપલ, ઘુમા, શિલજ, સેટેલાઇટ, ચાંદખેડા, રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાત ઉપર હાલમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ વરસાદી માહોલ જામ્યો છે. આજરોજ 24 ઓગસ્ટને શનિવારની સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો છે. રાત બાદ જાણે સવાર જ ન થઈ હોય તેવું ગાઢ અંધારુ જોવા મળી રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શહેરના દરેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મણિનગર, વટવા, કઠવાડા, નિકોલ, એરપોર્ટ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો છે. આ સાથે વાહનચાલકોને દિવસે પણ લાઈટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. રોડ પર માત્ર વાહનોની લાઈટ જ દેખાય રહી છે

આ સમાચાર શેર કરો