મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તિરુપતિ પછી હવે ડાકોરની પ્રસાદીને લઈને વિવાદ છંછેડાયો, પૂજારીએ તપાસ કરાવવાની કરી માંગ

તિરુપતિ બાલાજી, સિદ્ધિ વિનાયક મંદિર બાદ હવે ડાકોરના રણછોડરાયજી મંદિરના પ્રસાદનો વિવાદ સામે આવ્ય

તિરુપતિ બાલાજી, સિદ્ધિ વિનાયક મંદિર બાદ હવે ડાકોરના રણછોડરાયજી મંદિરના પ્રસાદનો વિવાદ સામે આવ્યો છે. ડાકોર મંદિરમાં ભક્તોને આપવામાં આવતા લાડુના પ્રસાદની તપાસની માંગ કરવામાં આવી છે. મંદિરના સેવક આશિષ સેવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. 

 ડાકોર મંદિરના પ્રસાદની તપાસ કરવાની માંગ કરાઈ

પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે   તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ તે રીતે ડાકોર મંદિરના પ્રસાદની તપાસ કરવાની સોશિયલ મીડિયા પર માંગ કરવામાં આવી છે.

ઘીના સેમ્પલ લઈને તપાસ થાય તેમ આશિષે સેવકે માંગ કરી

આશિષ સેવકે કહ્યું કે, પ્રસાદનો એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આમ આશિષ સેવકે મંદિરના લાડુને અને મંદિરની જે મીઠાઈઓ બને છે તે માટે વપરાતા ઘીના સેમ્પલ લઈને તપાસ થાય તેમ આશિષે સેવકે માંગ કરી છે.

આ સમાચાર શેર કરો