Video: રાજકોટમાં ભાગીદારે બેરહેમીપૂર્વક માર માર્યા બાદ હવે યુવતીના CCTV વાયરલ, યુવક સાથે કર્યું આવું વર્તન

રાજકોટના શીતલ પાર્ક પાસે ધ સ્પાયરલ-ટુ બિલ્ડિંગમાં યુવતીને માર મારત

રાજકોટના શીતલ પાર્ક પાસે ધ સ્પાયરલ-ટુ બિલ્ડિંગમાં યુવતીને માર મારતા હોવાના વાયરલ વીડિયો બાદ પોલીસે મૌલિક નાદપરાની ધરપકડ કરી છે. યુવતી અને મૌલિકે પેકેજિંગ પ્રોડક્ટ્સનો ધંધો શરૂ કર્યો હતો, જેના માટે યુવતીએ 60 લાખ રૂપિયાની લોન લીધી હોવાનો દાવો છે. મૌલિક ધંધામાં ધ્યાન ન આપતો હોવાથી થયેલી વાતચીત દરમિયાન તેણે યુવતીને માર માર્યો હતો. જૂન ૨૦૨૫માં બનેલી આ ઘટના અંગે ૯ ડિસેમ્બરના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે મૌલિક નાદપરાની ધરપકડ કરી છે.

 નવા સીસીટીવી બહાર આવતા આ કેસમાં નવો વળાંક

બીજી તરફ આ મામલે વધુ સીસીટીવી બહાર આવતા નવો ટ્વીસ્ટ આવ્યો છે. અન્ય સીસીટીવીમાં ફરિયાદી મહિલા તેના ભાગીદારને માર મારતી હોવાનું દેખાઈ રહ્યું છે. આશ્ચર્યજનક રીતે એક સીસીટીવીમાં ફરિયાદી યુવતી ઓફિસમાં માથા પછાડતી જોઈ શકાય છે. નવા સીસીટીવી બહાર આવતા આ કેસમાં નવો ટ્વીસ્ટ આવે તેવી શક્યતા છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત