VIDEO: દ્વારકા જિલ્લામાં ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ, હીટવેવને પગલે કરાશે વિશેષ વ્યવસ્થા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી ત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દ્વારકાની NDH હાઈસ્કૂલ ખાતેથી ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને સામગ્રીનું વિતરણ (ડિસ્પેચ) કરવામાં આવ્યું છે.
આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 541 મતદાન મથકો પર 4.51 લાખથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. હીટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મતદાન મથકો પર આરોગ્યલક્ષી ખાસ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર લોકશાહીના આ પર્વમાં મહત્તમ સહભાગી થઈ શકે.


