VIDEO: અભિનેતા અર્જુન રામપાલ મહાકાલેશ્વર મંદિરની મુલાકાતે, ભસ્મ આરતીમાં રહ્યા ઉપસ્થિત
ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર ખાતે અભિનેતા અર્જુન રામપાલ અને હિમાચલ પ્રદેશના સાંસ
ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિર ખાતે અભિનેતા અર્જુન રામપાલ અને હિમાચલ પ્રદેશના સાંસદ સિકંદર કુમાર ભસ્મ આરતીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બંનેએ વહેલી સવારે ભગવાન મહાકાલના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અર્જુન રામપાલે મંદિરની આધ્યાત્મિકતા અને ભવ્યતાની પ્રશંસા કરી હતી. ભસ્મ આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ‘જય મહાકાલ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. બંને મહાનુભાવોની મુલાકાતને લઈને ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.



