મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બોલો લો..સુરતમાં ટ્રાફિક શાખાના ACP બગડ્યા, ફરિયાદ કરનાર બાઈક ચાલકને જ લઈ નાખ્યો..

સુરતમાં ટ્રાફિકના વ્યવસ્થાપન માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એસીપી એ.

સુરતમાં ટ્રાફિકના વ્યવસ્થાપન માટે કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એસીપી એ. એમ. પરમાર અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ ઉધના વિસ્તારમાં હતા. આ દરમિયાન ટ્રાફિક એસીપી અને બાઈક ચાલક વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાઈક ચાલક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, રીક્ષા ચાલકો દ્વારા ટ્રાફિક થાય તે રીતે ગમે ત્યાં ઉભી રાખી દેવામાં આવે છે. જો કે, આ ફરિયાદ સાંભળીને પગલાં લેવાની જગ્યાએ એસીપી બાઈક ચાલક પર બગાડયા અને કહેવા લાગ્યા કે, તમે સ્લીપર પહેરીને શા માટે બાઈક ચલાવો છો? ચપ્પલ પહેરીને બાઈક ન ચલાવી શકાય તમને ખબર છે? તમારી માટે બધા એકસક્યુઝ... અમને મીઠી મીઠી સલાહ આપવા આવો છો. તમે જ હેલ્મેટ નથી પહેર્યું અમે શું કરીએ રિક્ષાવાળાનું. એસીપી અને બાઈક ચાલક વચ્ચે બોલાચાલીને સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં હોટલમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, છ લલનાઓ સહિત ત્રણ ગ્રાહક પકડાયા

આ સમાચાર શેર કરો