મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાણવડમાં દસ્તાવેજો હોવા છતાં બાઇક ડિટેઇન કર્યાનો આરોપ, પરિવારની પોલીસ સામે ન્યાયની માંગ

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો

તસવીર: gstv

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. કાયદેસરના દસ્તાવેજો હોવા છતાં પોલીસે બાઇક ડિટેઇન કર્યું હોવાનો પરિવારે દાવો કર્યો છે. આ મામલે સ્પષ્ટતા કરવા પોલીસ સ્ટેશન પહોંચેલી યુવકની બહેન પાસેથી વીડિયો ઉતારતી વખતે મોબાઇલ ઝૂંટવી લેવાયો હોવાનો પણ આરોપ છે. પોલીસે સામાન્ય નાગરિકોને પરેશાન કર્યા હોવાની રજૂઆત સાથે પીડિત પરિવારે મીડિયા સમક્ષ ન્યાયની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો