VIDEO: ભાણવડમાં SOGની કાર્યવાહી, દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે શખ્સ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં SOG પોલીસે કાર્યવાહી કરી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં SOG પોલીસે કાર્યવાહી કરી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ધુમલી વાડી વિસ્તારમાં SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ટીંબડી ગામના અશોકભાઈ ઉર્ફે શામળો સોલંકીને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કબજે કરી હતી. તપાસમાં આ હથિયાર ઉપરથી ભરવાની અને અગ્નિ શસ્ત્ર પ્રકારની હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલા હથિયારની કિંમત આશરે 1 હજાર 500 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસે હથિયાર રાખવાનો કોઈ પાસ કે પરવાનો નહોતો. જંગલી પ્રાણીઓના શિકાર માટે હથિયાર રાખ્યાની બાતમી બાદ પોલીસે હકીકતની ખરાઈ કરી હતી. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.


