VIDEO: વરાછામાં બેન્ક લૂંટના આરોપીઓ 4 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર, 150થી વધુ CCTV ચેક કરાયા

સુરતના વરાછામાં ભર બપોરે પાંચ લૂંટારુઓએ બેંકમાંથી 50 લાખની લૂંટ ચલાવ્યાની ઘટનાના ચાર દિવ

સોર્સ: gstv

સુરતના વરાછામાં ભર બપોરે પાંચ લૂંટારુઓએ બેંકમાંથી 50 લાખની લૂંટ ચલાવ્યાની ઘટનાના ચાર દિવસ બાદ પણ હજુ પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. ફિલ્મી સ્ટાઇલમાં આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટની આ ઘટનામાં 140 પોલીસ કર્મીઓની ફોજ લૂંટારુઓને ઝડપી પાડવા મેદાને છે.

અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. ઘટનાસ્થળથી લઈને સંભવિત ભાગવાના રસ્તાઓ સુધીના 150થી વધુ કેમેરા ચેક કરાયા છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, લૂંટારુઓએ બાઈક પર જે નંબર પ્લેટ લગાવી હતી તે નકલી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત