મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કામરેજના હલધરું નજીક હીચકારો અકસ્માત, ડમ્પર સાથે અથડાતા રીક્ષાનો વળ્યો કડૂસલો

રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કામરેજના હલધરું ગામ નજીક ડમ્પર અને

રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કામરેજના હલધરું ગામ નજીક ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફૂલ સ્પીડમાં આવતી રીક્ષાનો ચાલક જાણે ભાન ભૂલ્યો હોય તે રીતે ડમ્પર સાથે અથડાવી હતી. જેથી પ્રચંડ ધડાકાનો અવાજ આવ્યો હતો. ધડાકભેર રીક્ષા અથડાતા રીક્ષાનો કડૂસલો વળી ગયો હતો. અકસ્માતના બનાવને લઈ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સ્થાનિકોએ રીક્ષામાંથી ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. રીક્ષા ચાલકને અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતાં. સીસીટીવીના આધારે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃVideo: બીલીમોરામાં ભગવાન પણ સલામત નથી! દેરાસરમાંથી કિંમતી મૂર્તિઓ, સોના-ચાંદી અને રોકડની ચોરી

આ સમાચાર શેર કરો