VIDEO: પેટ્રોલ-ડીઝલની બચત મુદ્દે AAP નેતા બ્રિજરાજ સોલંકીના સરકાર પર પ્રહાર, કહ્યું- IPL પર કેમ રોક લાગતી નથી?
દેશની વર્તમાન પરિસ્થિતિ અને યુવાનોના વિવિધ પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના ય
દેશની વર્તમાન પરિસ્થિતિ અને યુવાનોના વિવિધ પ્રશ્નો મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન મોદીના પેટ્રોલ-ડીઝલના વપરાશ ઘટાડવાના નિવેદન સામે સવાલ ઉઠાવતા કહ્યું કે જો એવું જ હોય તો આઈપીએલ પર રોક કેમ નથી લગાવાતી. તેમણે ગુજરાતમાં ૩૪ પેપર લીક થવાની ઘટનાઓ સામે દિલ્હી-પંજાબની આપ સરકારનો દાખલો આપ્યો હતો. તેમણે આગામી સમયમાં ગુજરાત સહિત દેશભરમાં યુવાઓનું મોટુ આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારી છે.


