મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે લગ્નમાં DJના તાલે ઝૂમતા થયેલી બબાલમાં યુવકની હત્યા

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. મજૂરગામ

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. મજૂરગામ ડુંગર મોતીની ચાલી નજીક રહેતા યુવકની હત્યા કરવામાં આવી હતી. ખાનગી અદાવતમાં છરીના ઘા મારી મહેન્દ્ર સોલંકી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ચાર લોકો દ્વારા મહેન્દ્ર સોલંકી પર હુમલો કરીને હત્યા કરવામાં આવી. પોલીસે હત્યા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં જ  ધરપકડ કરી  છે.

અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં નજીવી બાબતે થયેલી તકરારમાં હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં મોડી રાત્રે લગ્નમાં ડીજે વગાડવાની બાબતે માથાકૂટ થઈ હતી. ડિજેના તાલે ઝૂમવા દરમિયાન મહેન્દ્ર સોલંકી નામના શખ્સની અન્ય સાથે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા યુવકોએ છરીના ઘા ઝીંકીને મહેન્દ્ર સોલંકીની હત્યા કરી નાંખી છે. 

આ સમાચાર શેર કરો