VIDEO: નર્મદા પરિક્રમાએ આવેલો રતનપરનો યુવાન ડૂબ્યો, બે દિવસ બાદ કહોણા ગામની નદીના કિનારેથી મૃતદેહ મળ્યો
નર્મદાની પરિક્રમા કરવા ગયેલા સુરેન્દ્રનગરના રતનપરના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાના કા

નર્મદાની પરિક્રમા કરવા ગયેલા સુરેન્દ્રનગરના રતનપરના યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે યુવાન નર્મદા નદીમાં સ્નાન કરતી વખતે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અનસોયા માતાના મંદિરના ઘાટ પાસે સર્જાઈ હતી. સ્થાનિકોના મતે યુવાન પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો. લોકોએ તુંરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
બે દિવસ બાદ કહોણા ગામની સીમમાંથી નર્મદાના કિનારેથી મૃતદેહ મળી આવ્યો
મળતા અહેવાલ પ્રમાણે ઘટનાના બે દિવસ બાદ કહોણા ગામની સીમમાંથી નર્મદાના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ માં ડાબો હાથ તથા બંને પગના પંજા ખવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. મૃતક યુવાનની ઓળખ કૃષ્ણપાલસિંહ પરમાર તરીકે થઈ છે. યુવાનના મોતને લઈ પરિવાર શોકમગ્ન થયો છે.




