મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'વટથી મત તો ભાજપ ને જ આપવાનો', મતદાન બુથ મથક બહાર યુવાને બિંદાસ્ત કર્યો પ્રચાર

દાહોદના પરથમપુરા ગામ બાદ સુરેન્દ્રનગરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા

દાહોદના પરથમપુરા ગામ બાદ સુરેન્દ્રનગરનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ચૂંટણી નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં મતદાન સમયે ભાજપને મત આપવા અંગેનો વીડિયો વાયરલ થયો હતો.

મતદાન કરવા પ્રથમ વખત આવતા યુવાઓને કહ્યું BJPને  મત આપો

વીડિયોમાં યુવાન મતદાન મથક બહાર બિંદાસ્ત રીતે ભાજપ માટે મત આપવાનું કહી રહ્યો છે. મતદાન કરવા પ્રથમ વખત આવતા યુવાઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવા યુવક દ્વારા અપીલ કરી અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયા હતા..

ચૂંટણી પંચે યુવક સામે ગુનો દાખલ કર્યો

ચૂંટણી પંચે યુવક સામે ગુનો દાખલ કર્યો છે.  દુષ્યંત કુમાર આચાર્ય નામનો યુવક મતદાતાઓને ભાજપને મત આપવા અંગે પ્રચાર કરી રહ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરેન્દ્રનગરના ચૂંટણી અધિકારીએ યુવક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.ત્યારે ફરી એક વખત લોકશાહીનો મજાક ઉડાવતો વીડિયો વાયરલ થતા અનેક સાવલ ઉભા થઈ રહ્યા છે. આ પહેલા દાહોદના પરથમપુરા ગામે ભાજપના નેતાના પુત્રે EVM બુથ હાઈજેક કર્યું હતું.

ભાજપના નેતાના પુત્રએ EVM બુથ હાઇજેક કર્યું હતું

ભાજપના નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં વિજય ભાભોર પરથમપુર બુથ નંબર 220 મતદાન મથકના સ્ટાફને ધમકાવતો જોવા મળ્યો હતો. બુથના સ્ટાફને ધમકાવીને મત નાખવા આવતા લોકોને સહી કરાવી અને મોટાભાગના મત જાતે જ નાખતો જોવા મળ્યો હતો.

મતદાન મથકની બહાર પોલીસ સહિત અન્ય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ખુલ્લે આમ ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી હતી. આખુ બુથ જ હાઇજેક કરી નાખ્યુ હતું અને આખી ઘટનાને LIVE કરી હતી. જોકે, વિવાદ થયા બાદ વિજય ભાભોરે સોશિયલ મીડિયા પરથી આ વીડિયો હટાવી દીધો હતો.

આ સમાચાર શેર કરો