VIDEO: વડોદરામાં ચાલુ શાળાએ દિવાલ ધરાશાઈ થતા વિદ્યાર્થીઓ નીચે પટકાયા, CCTV આવ્યા સામે
વડોદરાના વાઘોડિયા પાસે આવેલી નારાયણ શાળામાં અચાનક રૂમની દિવાલ ધરાશાઈ હતી. જેના પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. દીવ

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી નારાયણ શાળામાં અચાનક રૂમની દિવાલ ધરાશાઈ હતી. જેના પગલે સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી. દીવાલ ધરાશાઈ થતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
શાળા સંચાલકે વાલીઓ અને મીડિયા બંનેને ગેરમાર્ગે દોર્યાં!
વડોદરાની નારાયણ સ્કૂલમાં ચાલુ ક્લાસે દિવાલ ધરાશાઈ થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. દિવાલ ધરાશાઈ થતા પાંચ વિદ્યાર્થીઓ નીચે પટકાય છે. શાળા સંચાલકોએ કહ્યું કે, રિશેષ દરમિયાન દિવાલ પડી હતી અને માત્ર એક જ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. સીસીટીવી પરથી સ્પષ્ટ થાય છે કે શાળા સંચાલકે વાલીઓ અને મીડિયા બંનેને ગેરમાર્ગે દોર્યાં. જેમાં શાળા સંચાલકોનું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે.
દીવાલ પડતા 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે સ્થિત નારાયણ શાળામાં શુક્રવારે ચાલુ ક્લાસે એકાએક રૂમની દિવાલ ધરાશાઈ હતી. દીવાલ પડતા 5 વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા. જે પૈકી એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જેને માથામાં ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શાળાના સંચાલકોએ આ ઘટના રિશેષના સમયે બની હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં બાળકોની કેટલીક સાયકલો દટાઈ હતી.








