VIDEO: સાબર ડેરીનો અનોખો પ્રયાસ, પશુઓની સારવારમાં આયુર્વેદિક દવાનો ઉપયોગ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ પશુપાલકો માટે સાબર ડેરીએ પશુઓની આરોગ્ય વિષયક ચિંતા કરીને એક અનોખો અને સરાહનીય પ્રયાસ હાથ ધર્યો છે. પશુઓની સારવારમાં વારંવાર વપરાતી મોંઘી એલોપેથિક અને એન્ટિબાયોટિક દવાઓની આડઅસરો ઘટાડવા માટે સાબર ડેરીએ હવે આયુર્વેદિક પદ્ધતિ અપનાવી છે. કુંવારપાઠું, હળદર, કડી ચૂનો, કાળા મરી, જીરું, મેથી અને ખસખસ જેવી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને આચંરનો સોજો, તાવ અને ઝાડા જેવા સામાન્ય રોગો માટે ઘરગથ્થુ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવી રહી છે... નવતર અભિગમ અંતર્ગત 'નો પ્રોફિટ, નો લોસ'ના ધોરણે આ દવાઓ પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ડેરીના ૧૫૦થી વધુ વેટરનરી ડોક્ટરો ૩૬૫ દિવસ ૨૪ કલાક પશુપાલકોના ઘરે જઈ આયુર્વેદિક સારવાર આપી રહ્યા છે. આયુર્વેદિક દવાઓના ઉપયોગથી સાબર ડેરીમાં વાર્ષિક આશરે ૯૦ લાખ રૂપિયાના એન્ટિબાયોટિક દવાઓના ખર્ચમાં ઘટાડો થયો છે.




