VIDEO: અમદાવાદની સાબરમતી નદીના પાણીમાં સાબુ જેવા ફીણ છવાતા સફાઈ અભિયાન સામે ઉઠ્યા ગંભીર સવાલો
અમદાવાદની સાબરમતી નદીમાં ફરી એકવ

અમદાવાદની સાબરમતી નદીમાં ફરી એકવાર પ્રદૂષણને લઈને સવાલો ઉભા થયા છે. નદીના પાણીમાં સાબુના પાણી જેવા સફેદ ફીણ જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ સાબરમતી નદીની સફાઈ અને જાળવણી પર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નદીમાં ફીણવાળું પાણી આવવું ગંભીર બાબત છે અને તંત્રએ તેના કારણોની તપાસ કરવી જોઈએ. સાબરમતીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત રાખવાના અભિયાન વચ્ચે આવી સ્થિતિ સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. હવે આ મામલે જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.




