મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચિલોડા-શામળાજી હાઈવે પર અકસ્માતગ્રસ્ત કારથી અનોખો જાગૃતિ સંદેશ

ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે પર વધતા ઓવરસ્પીડિંગના અકસ્માતોને રોકવા માટે પ્ર

તસવીર: gstv

ચિલોડાથી શામળાજી નેશનલ હાઈવે પર વધતા ઓવરસ્પીડિંગના અકસ્માતોને રોકવા માટે પ્રાંતિજ નજીકના રસુલપુર પાસે અનોખી જાગૃતિ પહેલ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ ત્રણ નિર્દોષ લોકોના જીવ લેનારી અકસ્માતગ્રસ્ત કારને ઊંચા સ્ટેન્ડ પર પ્રતીકરૂપે મૂકવામાં આવી છે. આ પહેલનો હેતુ વાહનચાલકોને ઓવરસ્પીડિંગના ભયાનક પરિણામોથી વાકેફ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો છે. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતગ્રસ્ત કાર જોઈ પોતાની ગતિ ધીમી કરી રહ્યા છે અને સાવચેતીપૂર્વક વાહન ચલાવી રહ્યા છે. માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવતી આ પહેલને સ્થાનિક લોકો પણ આવકારી રહ્યા છે.

આ સમાચાર શેર કરો