Video: સુરતમાં અઢી વર્ષનું બાળક શાળાની બહાર નીકળી ગયું; સંચાલકો અજાણ જ રહ્યા
સુરતના ભટાર ખાતે આવેલી "kids World Pre School" ની ઘોર બેદરકારી સામે આવી છે. અઢી વર્ષનું બાળક ચાલુ સ્કૂલ
સુરતના ભટાર ખાતે આવેલી "kids World Pre School" ની ઘોર બેદરકારી સામે આવી છે. અઢી વર્ષનું બાળક ચાલુ સ્કૂલમાંથી બહાર નીકળી ગયો હતો અને શાળાના સત્તાધીશો આ અંગે અજાણ જ હતા.
સદનસીબે સ્થાનિક લોકોએ ભારે શોધખોળ બાદ બાળકની માતાનો પતો મેળવી તેને સોંપ્યો હતો. આ બનાવ બાદ બાળકની માતાએ કહ્યું હતું કે સ્કૂલ પર કોઈ પણ સિક્યુરિટી અથવા જવાબદાર વ્યક્તિ નથી. જો બાળક બહાર આવ્યા બાદ બાળક સાથે કઈ અણબનાવ બન્યો હોત તો જવાબદાર કોણ હોત? સ્કૂલ સામે કાર્યવાહી કરવા બાળકના વાલીએ માંગ કરી છે.
જાહેરાત








