VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે સામ-સામે ભયંકર ટક્કર, બન્ને વાહનો બળીને ખાખ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જે બાદ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બે ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જે બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.  એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 વહેલી સવારે 4 વાગ્યાને 15 મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે 4 વાગ્યાને 15 મિનિટે બે ટ્રકની ટક્કર બાદ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. બન્ને ટ્રક સંપૂર્ણપણે બળી ગયા છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.  નેશનલ એક્સપ્રેસવે 1 પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત