VIDEO: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટાતા લાગી ભયાનક આગ, ટેન્કર ચાલક જીવતો સળગ્યો
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્ય
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યના બાબરા-અમરેલી રોડ પર રાજકોટથી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલું ટેન્કર બાબરા નજીક પલ્ટી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં ભયાનક આગ લાગી. આ ઘટનામાં ટેન્કર ચાલક નીચે દબાઈ ગયો હતો.
ટેન્કર ચાલક જીવતો સળગ્યો
ટેન્કર ચાલક આગની ઝપેટમાં આવતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. બાબરા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.પોલીસે ટેન્કર ક્યાંનું હતું, ક્યાં જઈ રહ્યું હતું, ચાલકની ઓળખ અને અન્ય કોઈ વ્યક્તિ ટેન્કરમાં હતી કે કેમ તેની તપાસ હાથ ધરી છે.




