મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંગ્રેજી ફિલ્મ 'ફાઇનલ ડેસ્ટિનેશન' જેવો ભયંકર અકસ્માત, લાકડા ભરેલા ટ્રેક્ટર પાછળ ઘૂસ્યો ટ્રક

ખેડામાં નડિયાદ-મોડાસા રોડ પર હીરાપુર પાટિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર સાથે થયો ગમખ્વાર અકસ્માત. વ

ખેડામાં નડિયાદ-મોડાસા રોડ પર હીરાપુર પાટિયા નજીક ટ્રક અને ટ્રેક્ટર સાથે થયો ગમખ્વાર અકસ્માત. વહેલી સવારે લાકડા ભરેલા ટ્રેક્ટર પાછળ ટ્રક ઘૂસી જતાં ભીષણ આગ મચી જવા પામ્યો હતો. ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા આ ભયંકર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 

અકસ્માતની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અવાર નવાર લાકડા ભરેલા ટ્રેક્ટર ચાલકો RTOના નિયમોનું ભંગ કરીને લાકડા ભરીને જતાં હોય છે. હવે બીજી કોઈ ગંભીર ઘટના બને તે પહેલા પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે એક મોટો સવાલ બન્યો છે.

આ સમાચાર શેર કરો