VIDEO: સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરે બાઈક પર જતા યુવાનને પછાડ્યો, ઈજાગ્રસ્ત સ્થિતિમાં દાખલ
સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક બાજુ તંત્રનો દાવો છે કે
સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એક બાજુ તંત્રનો દાવો છે કે હજાર જેટલા ઢોરને પાંજરે પૂરવામાં આવ્યા છે. તો બીજી બાજુ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના દેરાસર ચોકમાં વાહન લઈને જતા યુવાનને આખલાએ ટક્કર મારી હતી.
સદનસીબે યુવાનનો જીવ બચ્યો હતો
સદનસીબે યુવાનનો જીવ બચ્યો હતો પરંતુ તેને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. યુવાનને પગ અને હાથમાં ઈજાઓ પહોંચતા તાત્કલિક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર ઢોર નિયંત્રણ માટે ગ્રાન્ટો ફાળવે છે પરતું રખડતા ઢોર કાબૂમાં આવી નથી રહ્યા.
જાહેરાત







