VIDEO: કચ્છના સફેદ રણમાં ભારતીય આર્મી અને સીમા સુરક્ષા દળ દ્વારા એક વિશેષ સંયુક્ત યુદ્ધ અભ્યાસ
સરહદી જિલ્લા કચ્છના સફેદ રણમાં ભારતીય આર્મી અને સીમા

સરહદી જિલ્લા કચ્છના સફેદ રણમાં ભારતીય આર્મી અને સીમા સુરક્ષા દળ દ્વારા એક વિશેષ સંયુક્ત યુદ્ધ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આર્મીની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા આયોજિત આ ઓપરેશનમાં જવાનોએ વિષમ પરિસ્થિતિઓમાં પોતાની રણકૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય રણ જેવા પડકારજનક વિસ્તારમાં જવાનોની સહનશક્તિ વધારવા, પ્રતિકૂળ સંજોગોમાં અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા કેળવવા અને યુદ્ધ જેવી બદલાતી પરિસ્થિતિઓમાં પરસ્પર તાલમેલ મજબૂત કરવાનો છે/
જાહેરાત
દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની સજ્જતા ચકાસી
સફેદ રણની કઠિન ભૌગોલિક સ્થિતિ વચ્ચે બંને દળોએ અત્યાધુનિક વ્યૂહરચના સાથે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવાની સજ્જતા ચકાસી હતી…. આ સંયુક્ત કવાયતથી સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ અભેદ્ય બનશે.
જાહેરાત





