મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 2 દીકરાનો જન્મ થતા 1 દીકરો શિવરાત્રિએ વાળીનાથ ધામમાં અર્પણ કર્યો, 1 વર્ષ પહેલા રાખેલી ટેક પિતાએ પૂર્ણ કરી!

મહેસાણામાં શિવરાત્રિએ દીકરાને વાળીનાથ ધામને અર્પણ કર્યો છે. 22 ફેબ્રુઆરી 2024માં વાળીનાથ ધામની પ્રત

મહેસાણામાં શિવરાત્રિએ દીકરાને વાળીનાથ ધામને અર્પણ કર્યો છે. 22 ફેબ્રુઆરી 2024માં વાળીનાથ ધામની પ્રતિષ્ઠા પૂર્ણ થઇ હતી. આ દરમિયાન પ્રતિષ્ઠા દરમિયાન એક સેવકે 7 દિવસ સેવા આપી હતી. સેવા દરમિયાન સેવકે રાખેલી માનતા એક વર્ષ બાદ પૂર્ણ થતા વાળીનાથને એક દીકરો અર્પણ કર્યો હતો.

માનતા પૂર્ણ થતા એક દીકરો વાળીનાથને અર્પણ કર્યો

એક વર્ષ પહેલા 22 ફેબ્રુઆરી 2024માં વાળાનાથ ધામની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. પ્રતિષ્ઠા દરમિયાન મૂળ જાસ્કાના અને હાલ ડીસામાં રહેતા એક સેવકે  7 દિવસ સેવા કરી હતી.આ દરમિયાન સેવકે માનતા રાખી હતી કે વાળીનાથ ભગવાન બે દીકરા આપશે તો એક દીકરો અર્પણ કરશે. પ્રતિષ્ઠાના એક વર્ષ બાદ સેવકને ત્યાં બે દીકરાનો જન્મ થયો હતો.

કેતનભાઇ બાબરાભાઇ દેસાઇ નામના સેવકે પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમાં એક દીકરો વાળીનાથને અર્પણ કર્યો હતો. વાળીનાથ ધામમાં જે બાળકને અર્પણ કરાય તેને વિશેષ અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકને રિષિકેશ, હરિદ્વાર, કાશીમાં સંસ્કૃતમાં અભ્યાસ કરાવવામાં આવશે.

આ સમાચાર શેર કરો