મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભિલોડામાં શિક્ષકના ત્રાસથી છાત્રએ આપઘાત કર્યાનો વિદ્યાર્થીઓનો આરોપ, ન્યાયની માંગ સાથે યોજી રેલી

અરવલ્લી જિલ્લાની ભિલોડાની પ્રેરણા વિદ્યાલયના ધોરણ-12ના વિદ્યાર્થી દિપક ગુનાવત શાળાએથી છુટ્યા બાદ ગુમ થયો હતો, અન

અરવલ્લી જિલ્લાની ભિલોડાની પ્રેરણા વિદ્યાલયના ધોરણ-12ના વિદ્યાર્થી દિપક ગુનાવત શાળાએથી છુટ્યા બાદ ગુમ થયો હતો, અને 17 કલાક બાદ તેનો મૃતદેહ ભિલોડાથી 7 કીમી દૂર આવેલા ઈન્દ્રાસી જળાશયમાંથી મળી આવ્યો હતો. આ છાત્ર ગૂમ થતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી, અને તપાસ દરમ્યાન આ છાત્રનું વાહન અને સ્કૂલ બેગ જૂના ભવનાથ મંદિર ખાતેથી મળી આવ્યા હતા. આ ચકચારી પ્રકરણનો ગત રોજ નવો વળાંક આવ્યો હતો.

શાળાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ રેલી યોજી

આ મૃતક છાત્ર જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. ભિલોડા પોલીસ સ્ટેશન સુધી રેલી યોજીને ચોંકાવનારી રજૂઆતો કરી હતી. પ્રેરણા લિદ્યાલયના છાત્રો દ્વારા મૃતક દિપક એક શિક્ષક ધોરણ-11થી જ માનસીક ત્રાસ આપતા હોવાનું આ છાત્રની ભૂવ ન હોવા છતાં શિક્ષક દ્વારા દુષ્કર્મના ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવાની અને આખી જીંદગી જેલમાં પસાર કરવી પડશે તેવી ધમકીઓ સાથે માનસિક ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું હતું.

શાળાએથી વિદ્યાર્થીઓએ રેલી યોજીને પોલીસ સ્ટેશન રજુ કરવા પહોંચ્યા હતા

શાળાએથી વિદ્યાર્થીઓએ રેલી યોજીને પોલીસ સ્ટેશન રજુ કરવા પહોંચેલા વિદ્યાર્થીઓએ જે કેડી નામના શિક્ષકનો વાંરવાર ઉલ્લેખ કર્યો હતો. તે શિક્ષકને તાત્કાલિક ફરજ મુક્ત કરવા અને સખ્ત કાર્યવાહી હાથ નહીં ધરાય તો તમામ બાળકો અભ્યાસથી દૂર રહેશે તેવી ચીમકી આ છાત્રો દ્વારા ઉચ્ચારાઈ હતી.

આ સમાચાર શેર કરો