મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: UP/ આગ્રામાં ફાઉન્ડ્રી નગરમાં મકાનમાં અચાનક લાગી ભીષણ આગ, સદનસિબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ઉત્તર પ્રદેશના આગ્રામાં ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફાઉન્ડ્રી નગરમાં આજ

તસવીર: GSTV

ઉત્તર પ્રદેશના આગ્રામાં ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફાઉન્ડ્રી નગરમાં આજે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા મકાનને ઝપેટમાં લઈ લીધું હતું સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો