VIDEO: રાજકોટના જાસલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી, સદ્નસીબે જાનહાનિ ટળી
રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના જાસલ કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ
રાજકોટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના જાસલ કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વોર્ડ નંબર એકના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા પણ સ્થળ પર પહોંચ્યા હતા. સદનસીબે આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી જાનહાનિ ટળી હતી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.







