મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાવલીમાં ચાલુ ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ

વડોદરાના સાવલીમાં એક કંપની પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉ

વડોદરાના સાવલીમાં એક કંપની પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાતાં રસ્તાઓ ઉપર ટ્રાફિકજામન દ્રશ્યો સર્જાયા હતા. 

વડોદરા જિલ્લાના સાવલી રોડ પર અંકુર કંપની પાસે ચાલુ ટ્રકમાં આગ લાગી હતી. સાવલીથી રેડમિક્સ ભરી કરજણ ખાલી કરવા જતાં ટ્રકમાં એકાએક વિશાળ આગ ફાટી નીકળી હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રકમાંથી કુંડી પડતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગે વિશાળ રૂપ ધારણ કરતાં રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. ભારે ટ્રાફિકજાંના દ્રશ્યો સર્જાતાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

આગની ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ થતાં ફાયરબ્રિગેડની ગાડી રસ્તા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ અફરાતફરીનો માહોલ શાંત કરાવી ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યું હતું. જ્યારે ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો