VIDEO: પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 વાહનોમાં લાગી ભીષણ આગ, સદ્નસીબે જાનહાનિ ટળી
બનાસકાંઠાના પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી. ખુલ્લામાં પાર્

બનાસકાંઠાના પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે આગની ઘટના બની હતી. ખુલ્લામાં પાર્ક કરેલી 2 કાર અને 1 જીપ એમ કુલ ૩ વાહનોમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ભરચક બજારમાં ધુમાડાના ગોટેગોટા જોઈ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. સદનસીબે વાહનો પાર્કિંગમાં હોવાથી મોટી જાનહાનિ ટળી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે સમગ્ર પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે.




