VIDEO: કોડીનારમાં મોડી રાત્રે સિંહ પરિવાર નિકળ્યો લટાર મારવા
ગીરના જંગલ વિસ્તારમાં ઘણી બધી વખત સિંહ રસ્તા પર તેમજ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. એવામાં ગીર સોમનાથમાંથી
ગીરના જંગલ વિસ્તારમાં ઘણી બધી વખત સિંહ રસ્તા પર તેમજ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. એવામાં ગીર સોમનાથમાંથી ફરી એક સિંહ પરિવાર રસ્તે આવી ચડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામમાં વધુ એક સિંહનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : VIDEO: જૂનાગઢમાં ઝેરી મધમાખીના હુમલામાં વૃદ્ધ ખેડૂતનું મોત
પીપળવા ગામના ઝાંપામાંથી પસાર થતા સિંહ પરિવારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મોડી રાત્રે પીપળવા - મિતિયાજ ગામના રોડ પર બે સિંહ બાળ સાથે સિંહણ લટાર મારતાં દેખાય છે. એક વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી પીપળવા ગામમાં સિંહોના ધામા છે.




