મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-ઓલપાડના બરબોધન ગામે બંધ પેપર મિલ નજીક દેખાયો દીપડો, સ્થાનિકોમાં ભયનો માહોલ

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે. દીપડાનું અભ્યારણ્ય હોય તે ર

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા વસવાટ કરે છે. દીપડાનું અભ્યારણ્ય હોય તે રીતે અવારનવાર દીપડા દેખા દેતા હોય છે. ત્યારે ઓલપાડના બરબોધન ગામે બંધ રામા પેપર મિલ નજીક જ દીપડો દેખાયો હતો. દીપડો લટાર મારતો CCTVમાં કેદ થયો હતો. દીપડાએ દેખા દેતા આજુબાજુના ગામોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. સાથે જ વન વિભાગની ટીમ કામે લાગી છે. જેમાં દીપડો હજીરા અને કામરેજ વચ્ચે હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો