VIDEO : ઊંઝામાં વૈશાખી પૂનમે મા ઉમિયાની યોજાશે ભવ્ય નગરયાત્રા, 8 કિમીની પરિક્રમામાં ઉમટશે ભક્તોનું મહેરામણ
કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં પરંપરા મુજબ આગામી વૈશાખ સુદ પૂનમે ભ
કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયાના ધામ ઊંઝામાં પરંપરા મુજબ આગામી વૈશાખ સુદ પૂનમે ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાનના માનદ મંત્રી જયંતિભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું કે, યાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી નગરમાં 8 કિલોમીટરની પરિક્રમા કરશે. આ યાત્રામાં હજારો માઈભક્તો અને ભજન મંડળીઓ જોડાશે, જ્યાં ઠેર-ઠેર મા ઉમિયાના રથનું ભવ્ય સ્વાગત અને શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને, ચાલુ વર્ષે કાળઝાળ ગરમીને જોતા સંસ્થાન દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર રૂટ પર મંડપો અને છાંયડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ધાર્મિક મહોત્સવને લઈને અત્યારથી જ ઊંઝામાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.




