મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી મચ્છુ 3નો એક દરવાજો ખોલવામાં આવ્યો, 21 ગામોને એલર્ટ કરાયા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ-મોરબી સહિતના જિલ્લામાં પણ વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઇ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ-મોરબી સહિતના જિલ્લામાં પણ વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઇ છે. ભારે વરસાદને પગલે મોરબીમાં મચ્છુ 3નો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. મચ્છુ 3 ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મોરબીમાં મચ્છુ 3નો એક દરવાજો ખોલવામાં આવ્યો

મોરબીમાં મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. મોરબીના 13 અને માળિયાના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જુના સાદુળકા પાસે આવેલા મચ્છુ ડેમ 3નો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.

ડેમનો દરવાજો ખોલવામાં આવતા નદીના પટમાં અવર જવર ના કરવા માટે તંત્રએ સૂચના આપી છે. મોરબીના ગોર ખિજડીયા, વનાળિયા, માનસર, રવાપર, સોખડા સહિત 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માળિયાના દેરાળા, મેઘપર, રાસંગપર, નવા ગામ સહિત 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.મચ્છુ 3 ડેમમાંથી 417 ક્યુસેક આવકની સામે 417 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો