મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન મોદી સ્કૂલમાં લાગી આગ, વિદ્યાર્થીઓનો થયો આબાદ બચાવ

જામનગરમાં મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાય

જામનગરમાં મોદી સ્કૂલમાં ચાલુ   શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં સૉર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો. 

કેવી રીતે આગ લાગી

જામનગરમાં સરુસેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલ કે જેમાં આજે સવારની શિફ્ટમાં અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં  સવારે ૯.૪૫ વાગ્યે ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી

જામનગર મહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી

આગની જાણ જામનગર મહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. ટુકડી તુરંત જ સ્થળ પર પહોંચે તે પહેલા શાળા સંચાલકો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકોને તેઓના ક્લાસરૂમમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા.

આ સમાચાર શેર કરો