VIDEO: પુદુચેરીમાં પૂંઠાની ફેક્ટરીમાં આગ
પુદુચેરીના ઓઢિયામપટ્ટુ વિસ્તારમાં આવેલી એક ખાનગી પૂંઠાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી

પુદુચેરીના ઓઢિયામપટ્ટુ વિસ્તારમાં આવેલી એક ખાનગી પૂંઠાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં જ્વલનશીલ પૂંઠા અને કાગળનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસ કાળા ધુમાડાના ગોટેગોટા હવામાં ફેલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અકસ્માત પાછળ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે.




