VIDEO: ખેડા ટોલનાકા પાસે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી
નડિયાદ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ખેડા ટોલ બુથ પાસે મોડી રાત્રે ટોલ ભરવા ઉભેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હત

નડિયાદ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ખેડા ટોલ બુથ પાસે મોડી રાત્રે ટોલ ભરવા ઉભેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોંડલથી ભરૂચ તરફ જઈ રહેલી કાર ટોલ ભરવા માટે ઉભી હતી ત્યારે આગ લાગતા ટોલ બુથ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ટોલ બુથના બે કેબિન વચ્ચે લાગી હોવાથી એક કેબિનને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં આગને કાબૂમાં લેવા તાત્કાલિક પ્રયાસો હાથ ધરાયા હતા. આગની ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે નાસભાગ સાથે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.




