મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડભોઈમાં ઉમેદવારી પરત ખેચવા મુદ્દે કોંગી આગેવાનો-ભાજપ ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી, મારામારીના દ્રશ્યો સર્જાયા

ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય અખાડો જામ્યો હતો, જેમાં

તસવીર: GSTV

ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય અખાડો જામ્યો હતો, જેમાં કુંઢેલા બેઠકના આપના ઉમેદવાર મૂળજીભાઈ વસાવા અને લીંગાસ્થડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દક્ષેશભાઈ રાઠોડ દ્વારા ઉમેદવારી પાછી ખેંચાતા ભારે હોબાળો મચ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો બિચકતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ભરાયેલા 54 ફોર્મ પૈકી આ 2 ફોર્મ પરત ખેંચવા સમયે થયેલી માથાકૂટને પોલીસે વચ્ચે પડી થાળે પાડી હતી. હાલ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જોકે હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી. 

આ સમાચાર શેર કરો